આ મહિલા (કોરોનાગ્રસ્ત) વાંકાનેરના આરોગ્યનગરના મેડિકલ પ્રેક્ટિસ કરતા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા
વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોનાનો પગપેસારો ઝડપથી વધી રહ્યો છે. આજે વધુ એક પોઝિટિવ કેસ સાથે મોરબી જિલ્લા કોરોનાના કેસની સંખ્યા 14 પર પોહચી ગઈ છે. આજે નોંધાયેલા કેસમાં વાંકાનેરના સિંધાવદર ગામની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
મળતી વિગતો મુજબ વાંકાનેરના સિંધાવદર ગામના કાસમપરા વિસ્તારમાં રહેતા 52 વર્ષીય હસીનાબેન અબ્દુલરહીમ માનસિયા નામના મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ મહિલા બે દિવસ પહેલા વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા અને મેડિકલ પ્રેક્ટિસ કરતા કોરોના પોઝિટિવ દર્દી હરેશભાઇ હિંમતલાલ ભટ્ટના સંપર્કમાં ગત 8 તારીખના રોજ આવ્યા હતા. આરોગ્યનગરના પોઝિટિવ દર્દી ભટ્ટ સ્થાનિક સ્તરે ક્લિનિક ચલાવતા હતા જેથી ઘણા લોકોને ચેપ લાગ્યાની પ્રબળ આશંકા સેવાઈ રહી હતી.
આજે પોઝિટિવ રિપોર્ટ આવેલા દર્દી હસીનાબેનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના રિપોર્ટ કરવા માટે ગઈકાલે સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ મહિલાને હાલ એસડીએચ હોસ્પિટલ વાંકાનેર ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર છે. સિંધાવદર ગામને કૅન્ટેઇનમેન ઝોન કરવાની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide