વાંકાનેરમા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કારોબારીની બેઠક યોજાઈ ગઈ

0
19
/
આ બેઠકમાં નવ નિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવરનું સ્વાગત સન્માન કરાયું

વાંકાનેર : તાજેતરમાં વાંકાનેરની રામકૃષ્ણ તાલુકા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વાંકાનેર કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી.

જેમાં સૌ પ્રથમ કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષે મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની નીતિ-રીતિ, ગતિ ગરિમાની સમજ આપી હતી. અશોકભાઈ સતાસીયા અધ્યક્ષ વાંકાનેર તાલુકા શૈક્ષિક સંઘે દરેક સભ્યોને ઉત્સાહપૂર્વક સદસ્યતા અભિયાનમાં લાગી જવાની અને શિક્ષકોના હિતો માટે તત્પર રહેવાની હાકલ કરી હતી. ત્યારબાદ નવનિયુક્ત ટી.પી.ઈ.ઓ. સી.સી.કાવરને સન્માનિત કરાયા હતા. અને એમને પોતાના વક્તવ્યમાં શિક્ષકોના એકપણ પ્રશ્ન પેન્ડિંગ નહી રહે એવી ખાત્રી આપી હતી. અંતમાં દિનેશભાઈ ડી. વડસોલા અધ્યક્ષ મોરબી જિલ્લા શૈક્ષિક સંઘે સૌને સાથે લઈ, સૌ શિક્ષકોના હિતોની રક્ષા કરવાની અને મહાસંઘની વિચારધારાની માહિતી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/