હળવદમા લાંચ કેસમાં ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલના લોકરમાંથી 17 તોલા સોનાના દાગીના મળ્યા!

0
121
/
મંગળવારે પોલીસ કોન્સ્ટેબલ અને તેનો સાગરીત લાંચમાં ઝડપાયા હતા

હળવદ: હાલ જામનગર એ.સી.બી.એ લાંચ કેસમાં પકડેલા હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરતાં હળવદની બેંકમાં તેના લોકરમાંથી ૧૭ તોલા સોનાના દાગીના મળી આવ્યા હતા.

જામનગર એ.સી.બી.એ બે દિવસ પૂર્વે બપોરે જામનગર ખાતે આવેલ આઇ.ટી.આઇ ના ગેટની સામે ટ્રેપ ગોઠવી હળવદ પોલીસના હેડ કોસ્ટેબલ વતી લાંચ લેતા એક શખ્સને પકડી ઉઠાવી લીધો હતો. દારૂના કેસમાં નામ નહિ ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા પકડી પાડ્યા બાદ હળવદના હેડ કોસ્ટેબલની પણ મોરબી પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર એ.સી.બી.એ બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ દરમિયાન હેડ કોન્સ્ટેબલના બેંક લોકરની ખરાઇ કરતાં ૮.૫૦ લાખના ૧૭ તોલા સોનાના દાગીના મળી આવ્યા હતા.

હળવદમાં દારૂ પ્રકરણમાં જામનગરના એક શખ્સની સંડોવણી ખુલતાં હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ પટેલે તપાસ શરૂ કરી હતી. જેમાં જામનગરના શખ્સનું આ ગુનામાં નામ નહિ ખોલવાના રૂપિયા ૭૦ હજારની માંગણી કરી હતી. થોડી રકઝક બાદ મામલો રૂપિયા ૪૦ હજાર પર આવ્યો હતો અને જામનગરના શખ્સને આ રૂપિયા ન આપવા હોય. તેથી, તેઓએ જામનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેને લઇ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પીઆઇ એ.ડી પરમાર સહિતની ટીમે બે દિવસ પૂર્વે જામનગર ખાતે આઈટીઆઈ ના ગેટ પાસે ટ્રેપ ગોઠવેલ હતી.

જેમાં આરોપી રૂ ૪૦ હજારની લાંચ લેવા આવતા આબાદ પકડાઈ ગયો હતો બીજી તરફ મોરબી એસીબીની ટીમે હળવદના હેડ કોન્સ્ટેબલને ઉઠાવી લઈ જામનગર એસીબીના હવાલે કર્યો હતો. એસીબી સુરેન્દ્રનગરના પી.આઈ રાણા સહિતની ટીમ દ્વારા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તપાસ આગળ ધપાવી હતી રિમાન્ડ દરમિયાન હળવદની બેંકમાં જમાદારના લોકરમાંથી ૧૭ તોલા સોનાના દાગીના મળી આવ્યા છે. જોકે આ દાગીના અનઅધિકૃત છે કે અધિકૃત છે, તેનો તાગ મેળવાયો નથી. આગામી સમયમાં આ બાબતની ખરાઈ કરવામાં આવશે તેમ પી.આઈ રાણાએ જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/