ચકચારી ઉચાપત કેસ : મહિલા કર્મીએ દેણુ ભરપાઈ કરવા બેન્કના રૂ. 15 લાખની કટકી કરી !!

0
577
/

છેલ્લા 5 મહિનાથી ગોલમાલ થતી હતી : બેંકમાં ભરપાઈ થયેલા નાણાં પણ અડધા જ બેન્કમાં જમા કરતા

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : ચકચારી  મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસીન્ડ બેન્કના એટીએમ કસ્ટોડીયન એવા મહિલા સહિત બે કર્મચારી સામે રૂ. 15 લાખની ઉચાપત કરવા સબબ પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દરમિયાન સામે આવ્યું છે કે મહિલા કર્મચારીને દેણું થઈ ગયું હોય, છેલ્લા 5 મહિનાથી બેંકના નાણાં કટકટાવતા હતા.

મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસીન્ડ બેંકના રાજકોટના ક્લસ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિકભાઈ હરીશભાઈ નાગર સહિત ત્રણ અધિકારીઓની ટીમ સાથે લાલપર ખાતે બેંકમાં વિઝિટમાં ગયા હતા જ્યા બેન્ક મેનેજર અમરીશ પટેલ દ્વારા એટીએમના વ્યવહારો ચેક કરવામાં આવતા નાણાકીય ભૂલ સામે આવી હતી. ક્લસ્ટર મેનેજર હાર્દિકભાઈ હરીશભાઈ નાગર સહિતની ટીમ દ્વારા ડિટેઇલ પૂર્વક એટીએમના હિસાબ ચકાસણી કરવામાં આવતા એટીએમ બેલેન્સ 33, 88,200 હોવી જોઈએ પરંતુ એટીએમમાંથી ફક્ત 18,88,200 જોવા મળતા એટીએમ કસ્ટોડીયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર તેમજ જીજ્ઞેશભાઈ ચંદુભાઈ માનસેતાની પૂછપરછ કરતા એટીએમ કસ્ટોડીયન નેહાબેન ગજ્જરે પ્રથમ ગલ્લાતલા કર્યા બાદ એટીએમ મશીનમાંથી 15 લાખ અંગત વપરાશ માટે કાઢી લીધાની કબૂલાત આપી હતી. આથી આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આરોપી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર તેમજ જીજ્ઞેશભાઈ ચંદુભાઈ માનસેતાની ધરપકડ કરી હતી.બાદમાં બન્ને આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતા કોર્ટે તા.7 સુધીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન સામે આવ્યું હતું કે નાણાંની આ ગોલમાલ છેલ્લા 5 મહિનાથી ચાલુ હતી. વધુમાં મહિલા કર્મચારીને દેણું થઈ ગયું હોય તે ભરપાઈ કરવા તેને બેંકના નાણાં લેવાનું શરૂ કર્યું હતું. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે ગ્રાહક નાણાં ડિપોઝીટ કરતા તે નાણાં પણ અંગત ઉપયોગ માટે લેવામાં આવતા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/