વાંકાનેરમાં ઇશ્કબાજે મહિલાને એસિડ છાટવાની ધમકી આપી !!

0
119
/

વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી ટ્રેડિંગ કરતા મહિલાને ઇશ્કબાજે ધમકી આપી : પતિ અને નણંદના મોબાઈલ ઉપર પણ ગાલી ગલોચ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર : વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી, ડ્રેસ મટિરિયલનો વ્યાપાર કરતા પરિણીતાને ચણીયા ચોલી ખરીદવા ઓર્ડર આપી તમે મને ગમો છો કહી પજવણી કરવાનું શરૂ કરતાં મહિલાએ પોતે પરણિત હોવાનું જણાવતા ઇશ્કબાજે મહિલાના પતિ અને નણંદના મોબાઈલ નંબર મેળવી લઈ ગાલી ગલોચ શરૂ કરી પરિણીતા અને તેમના નણંદ ઉપર એસિડ ફેંકી ચહેરો બગાડી નાખવા ધમકી આપતા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં ભાટીયા સોસાયટીમાં રહેતા મેઘનાબેન હિતેશભાઈ ભટ્ટ ઘરકામ કરવાની સાથે ફેસબુક ઉપર ઓનલાઈન ચણીયા ચોલી તેમજ ડ્રેસ મટીરીયલ વેચાણ કરતા હોય તેમના આઈડી ઉપર જાવીદ કુરેશી નામના શખ્સે પોતે અમદાવાદ ડ્રેસ મટિરિયલનો ધંધો કરતો હોવાની ઓળખ આપી ચણીયા ચોલીનો ઓર્ડર આપ્યો હતો અને ગૂગલ પે થી રૂપિયા 1300 ચૂકવી પોતાની રાજકોટ રહેતી ગર્લફ્રેન્ડને ડ્રેસ પહોંચાડી દેવા ઓર્ડર આપ્યો હતો.

બાદમાં આ જાવીદ કુરેશી નામનો શખ્સ અવાર નવાર ઓર્ડર આપી પોતાના મોબાઈલ નંબરથી મેઘણાબેન સાથે વાતચીત કરી વોટ્સએપમાં થેન્કયુનો મેસેજ કરી તમે મને ગમો છો કહેતા મેઘનાબેને પોતે પરણિત હોવાનું જણાવતા જાવીદ ઉશ્કેરાઈ ગયો હતો અને ફોનમાં ગાલી ગલોચ કરી અભદ્ર વ્યવહાર કરતા મેઘનાબેને તેને બ્લોક કરી નાખ્યો હતો.

બાદમાં આ બનાવ અંગે મેઘનાબેને તેમના પતિને વાત કરતા પતિ હિતેશભાઈ ભટ્ટે પોતાના મોબાઈલથી જાવીદ સાથે વાત કરતા તેમને પણ ગાળો આપી ધમકી આપી વાંકાનેર આવી તેમના પત્ની અને બહેન ઉપર એસિડ ફેંકી ચહેરો બગાડી નાખવા ધમકી આપી હતી.

બીજી તરફ ઇશ્કબાજ જાવીદ કુરેશીની ધમકીને પગલે ડરી ગયેલા મેઘનાબેને પોતાના ઘેર ગળેફાંસો ખાવા કોશિશ કરતા તેમની પુત્રી જોઈ ગઈ હતી અને અન્ય લોકોને બોલાવી મેઘનાબેનને બચાવી લીધા બાદ ગઈકાલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ઇશ્કબાજ જાવીદ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ ગંભીર બનાવ મામલે વાંકાનેર સિટી પોલીસે મેઘનાબેનની ફરિયાદને આધારે જાવીદ કુરેશી નામના શખ્સ વિરુદ્ધ મોબાઈલ નંબરને આધારે આઈપીસી કલમ- ૫૦૭,૫૦૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/