મોરબી : બુધવારે લેવાયેલા 102 સેમ્પલમાંથી આજના બે કેસ પોઝિટિવ સિવાય બાકીના તમામ નેગેટિવ

0
60
/

મોરબી : મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 5 શંકાસ્પદ દર્દી સહિત 102 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબીના ઘાંચી શેરીમાં રહેતા 89 વર્ષના વૃદ્ધ અને વાંકાનેરના કોરનાગ્રસ્ત વૃદ્ધના પત્ની 55 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાકીના ગઈકાલના તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેમાં શંકાસ્પદ લક્ષણોવાળા માળિયાના વર્ષામેડીના 35 વર્ષના યુવાન, લીલાપરના 20 વર્ષના યુવાન અને મોરબીના 18 વર્ષના યુવાન સહિત 100 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/