માળીયા (મી.) પોલીસ દ્વારા જીઆરડી-એસઆરડી સહિત 102 ઉમેદવારોની ભરતી કરાશે

0
108
/

માળીયા (મી.) : હાલ કોરોના વાયરસ અને લોકડાઉનને ધ્યાનમાં રાખી માળીયા પોલીસ દ્વારા જીઆરડી-એસઆરડી અને મહિલા જીઆરડીની 102 ઉમેદવારની ભરતી કરવામાં આવનાર છે.

માળીયા પોલીસના એએસઆઇ વી. વી. હુંબલના જણાવ્યા અનુસાર માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર માટે 50 જીઆરડી, 27 એસઆરડી તથા 27 મહિલા જીઆરડીની ભરતી કરાશે. ઇચ્છુક ઉમેદવારોને તારીખ 20/06/2020 સુધીમાં માળીયા પોલીસ સ્ટેશનની કચેરીએ ફોર્મ ભરવા એએસઆઈ વી. વી. હુંબલની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. ઇચ્છુક ઉમેદવારોએ બે પાસપોર્ટ સાઇઝના ફોટા, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, પાસબુકની ઝેરોક્ષ, માર્કશીટ તથા પોલીસ વેરિફિકેશનનો દાખલો મેળવી તા. 20/6/2020 સુધીમાં માળીયા પોલીસ સ્ટેશન કચેરીનો કોન્ટેક્ટ કરવા જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉમેદવારની ઉમર વર્ષ 18 થી 33 વચ્ચે તથા ધોરણ 8 પાસથી વધુ શૈક્ષણિક લાયકાત હોવી ફરજીયાત જરૂરી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/