વાંકાનેરમાં ખેરવા ગામે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
173
/
/
/
અમદાવાદ રહેતો યુવક મામાનો ઘરે આવ્યો હતો, અહીં શંકાસ્પદ લક્ષણો જણાતા લેવાયું હતું સેમ્પલ

વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ યુવક હાલ અમદાવાદ રહેતો હોય અહીં તે પોતાના મામાના ઘરે આવ્યો હતો. જે દરમિયાન તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. બાદમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

વાંકાનેરના ખેરવા ગામે રવિરાજસિંહ અનિરૂદ્ધસિંહ નામના 32 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક અમદાવાદ રહેતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તે અહીં પોતાના મામાના ઘરે ગત તા.13ના રોજ આવ્યો હતો. હાલ તે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે.તેમનું સેમ્પલ આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી લેવામાં આવેલ હતું. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યાંથી તુરંત મોરબી જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવી હતી.

હાલ આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારને સેનેટાઇઝ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને કોરોનાગ્રસ્ત યુવાન કોના કોના સંપર્કમાં આવ્યો હતો તે અંગે પ્રાથમિક તપાસ શરૂ કરાઈ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/