હળવદના સુંદરગઢ પાસે ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત : ૧૨ ઈજાગ્રસ્ત

0
176
/

ધાંગધ્રા-રાજકોટ રૂટની એસટી બસને નડ્યો અકસ્માત : ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર

હળવદ : આજે સવારના હળવદ તાલુકાના સુંદરગઢ પાસે પસાર થતા બ્રાહ્મણ-૨ ડેમના પુલ પર ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસમાં સવાર ૧૧ મુસાફરો અને એસટી ના ડ્રાઇવર સહિત ૧૨ને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેઓને પ્રાથમિક સારવાર હળવદ સરકારી હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી. અકસ્માતના પગલે હળવદ મોરબી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે સદ્નસીબે એસટી બસ પુલ ઉપરથી નીચે ખાબકતા બચી ગઈ હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ધાંગધ્રા રૂટની એસટી બસ રાજકોટ થી ધાંગધ્રા તરફ જઈ રહી હતી ત્યારે હળવદ નજીક આવેલ સુંદરગઢ ગામ પાસે ના બ્રાહ્મણી-૨ ડેમના પુલ પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એસટી બસમાં સવાર મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. જોકે સદ્નસીબે એસટી બસ અને ટ્રક પુલ પરથી નીચે ખાબકતા ખાબકતા બચી ગયા હતા. જ્યારે બીજી તરફ અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે બસમાં સવાર મુસાફરો અને ડ્રાઇવર સહિત ૧૨ લોકોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઈજાગ્રસ્ત ના નામ :-

(૧)મિનાક્ષીબેન જગદીશભાઈ રહે હળવદ (૨)રુદ્રભાઈ જગદીશભાઈ રહે હળવદ(૩)8 હરીશભાઇ રહે શેરકરી (૪)મમતાબેન નરસિંહભાઈ રહે મંડાણા (૫)મનીષભાઈ હરગોવિંદભાઈ રહે વાંકાનેર(૬) રામજીભાઈ અમરતભાઈ રહે રાધનપુર(૭)નંદુબેન અંબારામભાઈ રહે માથક (૮)અમિતભાઈ અંબાશંકરભાઈ એસટી બસના ડ્રાઇવર (૯)નાની બેન રહે માથક(૧૦)કમલેશભાઈ અમરશીભાઈ રહે માથક(૧૧) હરદેવભાઈ રાઠોડ રહે કડીયાણા (૧૨)રલીનાબેન અબદુલભાઇ રહે કંકાવટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/