કપાસના પાકમાં જીવાતોનું પ્રમાણ વધારે અને ભાવ ઓછા મળતા વાવેતર ઘટયું હોવાનું જણાવી રહેલા ખેડૂતો
હળવદ: તાજેતરમા હળવદ સહિત ઝાલાવાડ કપાસનુ હબ ગણાય છે.અહીંના કપાસની વિદેશમાં પણ બોલબાલા છે. વર્ષોથી ચોમાસાની સિઝનમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હતું.પરંતુ કપાસમાં જીવાતોનું પ્રમાણ વધતા અને ઓછા ભાવ મળવાને કારણે ઓણસાલ ગત વર્ષની સરખામણીએ હળવદ તાલુકામાં કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.જ્યારે મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે
હળવદમાં ખેડૂતો મોટાભાગે બીજા પાકની સાથે સાથે સૌથી વધુ કપાસનું વાવેતર કરતા હતા. પરંતુ આ વર્ષે હળવદ પંથકમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયેલ છે.
ગુલાબી ઇયળો અને ભાવ ન મળવાને કારણે કપાસના વાવેતરમાં થયો ઘટાડો:રાજુભાઇ કરપડા
પાછલા બે-ત્રણ વર્ષથી કપાસમાં જે ગુલાબી ઈયળો આવે છે જેમાં ખેડૂતો ખર્ચ કરવા છતાં પણ ઈયળોનો નાશ થતો નથી સાથે જ જે કપાસના ભાવ ૧૧૦૦થી ૧૨૦૦ રૂપિયા મળવા જોઈએ તેના માર્કેટયાર્ડમાં ૭૦૦થી ૮૦૦રૂપિયા જ મળે છે તેમજ જે બિયારણ ની પેટન બદલવી પડે તેને હજુ સુધી સરકાર દ્વારા બદલાવી નથી તેને કારણે ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું થતું હોય જેથી ખેડૂતો કપાસનું વાવેતર ઓછું કરી રહ્યા હોવાનું ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું.
હળવદમાં થયેલ વાવેતર
કપાસ-૩૫ હજાર હેકટર
મગફળી-૩૧ હજાર હેકટર
ઘાસચારો-૬ હજાર હેકટર
બાજરી-૭૦૦ હેકટર
તલ-૨૨૫૦ હેકટર
કઠોળ-૨૫૦ હેકટર
શાકભાજી-૧૨૦૦ હેકટર
ગુવાર-૬૫૦ હેકટર ,એરંડા-૫૫૨ હેકટર
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide