હળવદ : જિલ્લા ભાજપમાં મહામંત્રી અને મંત્રીની વરણી થતાં કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી

0
69
/

શહેરના સરા નાકે કાર્યકર્તાઓ દ્વારા ફટાકડાઓ ફોડી એકબીજાને મોં મીઠા કરાવાયા

હળવદ : હાલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોવડી મંડળ સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાએ ચર્ચા-વિચારણા કરી મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદેદારોની નીમણુંક કરવામાં આવેલ છે. આમ આજે મોરબી જિલ્લા ભાજપનું નવું માળખું તૈયાર થઇ ગયેલ છે. આ માળખામાં કુલ 22 લોકોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં 7 મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે આ સંગઠનમાં હળવદ શહેર માંથી મહામંત્રી અને મંત્રીની નિમણૂક કરવામાં આવતા શહેરના સરા નાકા ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બંને નવનિયુક્ત સંગઠનના હોદ્દેદારો ને અભિનંદન પાઠવી મોં મીઠા કરાવી ફટાકડા થોડી ખુશી પણ વ્યક્ત કરી હતી.

આજે જિલ્લા ભાજપના સંગઠનમાં મહામંત્રી પદે હળવદ પાલિકાના પૂર્વ પ્રમુખ અને ચાલુ પાલિકા સદસ્ય રણછોડભાઈ દલવાડી ની નિમણૂક થઈ છે સાથેજ જિલ્લા ભાજપના મંત્રી તરીકે જસુબેન પટેલ ની પણ નિમણૂક કરવામાં આવી હતી આથી હળવદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હળવદ શહેર ના સરા નાકે એકથા થઈ ફટાકડા ફોડી બંને હોદ્દેદારોને અભિનંદન પાઠવી મોઢા મીઠાં પણ કરાવ્યા હતા

ત્યારે આ તકે શહેર ભાજપ પ્રમુખ અજય ભાઈ રાવલ,હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, પાલિકાના કારોબારી ચેરમેન અશ્વિન ભાઈ કણજરીયા, ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે, પાલિકા સદસ્ય જયેશભાઈ પટેલ, સતિષભાઈ પટેલ,મનુભાઈ રબારી તેમજ ભાવેશ ભાઈ ઠક્કર,રમેશભાઈ ભગત, નયનભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

નવનિયુક્ત હોદ્દેદારોની ઉજવણીની ખુશીમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલાયું

હળવદના આજે સરા નાકે જિલ્લા ભાજપના સંગઠનમાં પસંદગી પામેલ બંને હોદ્દેદારોની ઉજવણીમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. પરંતુ માસ્ક બાંધેલા તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ જોવા મળ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/