હળવદ-મોરબી રોડ ઉપર ગેરકાયદે ખડકાયેલા સ્પીડ બેકર ઉપર તંત્રની તવાઈ

0
166
/
જાગૃત નાગરિકોની ફરિયાદને પગલે તંત્રએ પોલીસને સાથે રાખી હળવદ-મોરબી રોડ ઉપરના 30થી વધુ બમ્પ તોડવાની કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદ મોરબી રોડ ઉપર આડેધડ ખડકાયેલા સ્પીડ બ્રેકરોથી અકસ્માતનું જોખમ વધ્યું હતું. આથી, જાગૃત નાગરિકોએ આ સ્પીડ બ્રેકરો હટાવવાની તંત્રને રજુઆત કરી હતી. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને પ્રાત અધિકારી ગંગાસીંઘ સહિતના તંત્રએ પોલીસને સાથે રાખી હળવદ-મોરબી રોડ ગેરકાયદે ખડકાયેલા 30થી વધુ બમ્પ તોડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આજે હળવદના પ્રાંત અધિકારી ગંગાસિંહ, મામલતદાર સહિતના તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને હળવદથી મોરબી સુધીના રોડ ઉપર આડેધડ ખડકાયેલા સ્પીડ બ્રેકરો તોડી પડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા હળવદ મોરબી રોડ ઉપરના ગેરકાયદે 30 જેટલા સ્પીડ બ્રેકરો તોડી પડવામાં આવ્યા છે. હળવદ મોરબી રોડ ઉપર આશરે 30 થી વધુ ગેરકાયદે સ્પીડ બ્રેકરો ખડકાયેલા છે. આથી, હળવદ મોરબી રોડ ઉપર વાહનની ગતિ નિયત્રણ માટે જરૂરી સ્પીડ બ્રેકરો રાખીને બાકીના તમામ સ્પીડ બ્રેકરો હટાવી દેવાનો તંત્રે નિર્દેશ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે હળવદથી મોરબી સુધીના રોડ ઉપર જરૂરી ન હોવા છતાં અનેક ગેરકાયદે બમ્પ ખડકી દેવામાં આવ્યા છે. જેથી, વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ વધ્યું હતું. આ સ્પીડ બ્રેકર હટાવવાની જાગૃત નાગરિકોએ રજુઆત કર્યા બાદ આજે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેથી, વાહન ચાલકોએ રાહત અનુભવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/