વાંકાનેરમાં ABVP દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી ચાઈનાની વસ્તુઓનો વિરોધ કરાયો

0
36
/

વાંકાનેર : ચીનની દગાબાજ નીતિ સામે દેશભરમાં પ્રબળ જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે વાંકાનેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે વાંકાનેર ખાતે દગાખોર ચીનની પ્રોડક્ટનો વિરોધ કરવા અને ચીનના હુમલામાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એબીવીપીના કાર્યકરોએ ચીનની નાલોશીભરી હરકતને સખત શબ્દોમાં વખોડી કાઢી ભારતીય સેનાના શહીદોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. તેમજ ચીનને પાઠ ભણાવવા માટે ચીની કંપનીઓની વિવિધ પ્રકારની વસ્તુઓનો વિરોધ કરી લોકોને ચીની કંપનીઓની વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/