હળવદમાં પોલીસની વાનને આઈસરચાલકે ટક્કર મારતા અકસ્માત, PI સહીત ચાર પોલીસકર્મચારીઓ ઈજાગ્રસ્ત

0
96
/
ગતરાત્રે હળવદ હાઇવે પર પેટ્રોલિંગ વખતે અકસ્માત સર્જાયો હતો

હળવદ : ગત મોડી રાત્રીના હળવદ પોલીસ સ્ટેશનના પી.આઇ. અને પોલીસ જવાનો હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. તે વેળાએ મોરબી ચોકડી નજીક પોલીસની વાનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતના બનાવમાં પી.આઇ. સહિત ચાર પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પોલીસની વાનના ડ્રાઈવરને ફેક્ચર અને ડી સ્ટાફના જવાનને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે પી.આઇ. અને અન્ય એક પોલીસ જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રીના હળવદ પી.આઈ. દેકાવાડીયા તેમજ યોગેશ દાન ગઢવી, દેવુભા ઝાલા અને હુસેનભાઇ હળવદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. તે વેળાએ મોરબી ચોકડી નજીક આઈસરચાલકે પોલીસની વાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનમાં સવાર ચાર પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

જો કે પી.આઈ. દેકાવાડીયાને અને અન્ય એક પોલીસ જવાન દેવુભાઈ ઝાલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે યોગેશદાન ગઢવીને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. જ્યારે હુસેનભાઈને ફેક્ચર થઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બનાવને પગલે પોલીસ જવાનો તાત્કાલિક મોરબી ચોકડી પર દોડી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી ખાતે લઈ જવામાં આવેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/