ટંકારા મામલતદારની જગ્યા સાત મહિનાથી ખાલી, મામલતદારની નિમણુંક કરવા માંગ

0
30
/
અનલોક બાદ અટકેલા કામ પુરા કરવા માટે આવતા અરજદારો હેરાન-પરેશાન થાય છે 

ટંકારા : હાલ ટંકારા તાલુકા કક્ષાના પ્રથમ અધિકારી એવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદારની ખાલી જગ્યા પર અધિકારની નિમણુંક કરવાને બદલે ઈન્ચાર્જથી ગાડું ગબડાવી રહેલા તંત્રને કારણે અનલૉક બાદ અટકી પડેલા કામો માટે આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી હોવાની બુમરાણ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદાર તાલુકાનો રાજા કહેવાય અને તહેવાર હોય કે દુર્ઘટના, ઝગડો હોય કે સમસ્યા, લોકો આ કચેરીના વડા સમક્ષ એની રજુઆત લઈ આવે છે. પરંતુ ઈન્ચાર્જ અધિકારીને અન્ય તાલુકામાં પણ ચાર્જ સોંપાયેલ છે. આથી, કયારેક રજુઆતકર્તા નિરાશ થઈને પાછા ફરે છે. મહત્વનો હોદ્દો જ ખાલી હોય ત્યારે તાલુકાની જનતાને પણ નાની-મોટી હાલાકી ભોગવવી પડે એમા શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે તાકીદે આ તાલુકાને કડક, ઈમાનદાર અને કાયદાનો તજજ્ઞ અધિકારી મળે, તેવી માંગ જલદ બની છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/