હળવદ: અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મના વાયરલ વિડિઓ અંગે ફરિયાદ દાખલ

0
103
/

SP ના કડક કાર્યવાહીના હુકમ પગલે તાબડતોબ દુષ્કર્મ કરનાર શખ્સની ઓળખ મેળવી બે શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો : આરોપીઓ હાથવેંતમાં  

હળવદ : તાજેતરમા હળવદમાં એક અસ્થિર મગજની મહિલા સાથે એક યુવાન તેના માસૂમ બાળકની હાજરીમાં બદકામ કરતો હોવાનો એક અશ્લીલ વિડિઓ હાલ હળવદ પંથકમાં વાયરલ થયો હતો અને આ દુષ્કર્મની ઘટના પોલીસ દ્વારા ઉભા કરાયેલા ટ્રાફિક પોઇન્ટની છાવણીમાં બન્યાની ચર્ચાથી ભારે ચકચાર મચી ગઈ હતી. જે ઘટના સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહીના આદેશ કરતા હળવદ પોલીસે અને મોરબી એલસીબીએ નરાધમ શખ્સની ઓળખ મેળવી તેની સામે અને વિડિઓ બનાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. જયારે દુષ્કર્મ કરનાર શખ્સ પોલીસના હાથવેંતમાં જ હોવાનું જાણવા મળી રહ્યું છે.

હળવદના હાઇવે ઉપર મોરબી ચોકડી ઉપર એક શખ્સ દ્વારા માનસિક અસ્થિર મહિલા સાથે તેના પુત્રની હાજરીમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ અને તેના વીડિયો વાયરલના અહેવાલો બાદ આ ઘટનાના જિલ્લાભરમાં ઘેરા પડઘા પડયા હતા. જિલ્લા પોલીસ વડાએ પણ આ ઘટના સંદર્ભે કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા હોય એલસીબી તેમજ હળવદ પોલીસે માનસિક અસ્થિર મહિલા ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સની ઓળખ મેળવી છે. જેમાં આ શખ્સ હળવદમાં જ રહેતો મહેન્દ્રભાઈ ગંગારામ રાઠોડ હોવાનું ખુલતા ભોગ બનનાર મહિલાના ભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસે નરાધમ શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આ સાથે વીડિયો ઉતારનાર શખ્સ સામે પણ પોલીસે ગુનો નોંધી તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ ચલાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/