મોરબીની મેઈન બજાર, મયુર પુલ પર બંધ લાઈટો ક્યારે ચાલુ થશે ? લોકપ્રશ્ન

0
78
/

હાલમા મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે શહેરની મેઈન બજાર અને ફરવા લાયક એકમાત્ર સ્થળ એવા મયુરપુલ પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે બંધ લાઈટો કોણ ચાલુ કરાવશે તેવા સવાલો નાગરિક પૂછી રહ્યા છે.

મોરબીના કેસરબાગથી એલ ઈ કોલેજ રોડ જતો રસ્તો, મોરબીની સોની બજાર અને મયુર પુલ સહિતના વિસ્તારમાં એક સમયે રોશનીનો ઝળહળાટ જોવા મળતો હતો તો હવે આ વિસ્તારોમાં સમ ખાવા પુરતી લાઈટો નથી અડધાથી વધુ પોલ ફેન્સીંગ કરતી વેળાએ હટાવ્યા હોય પરંતુ બાદમાં તે કાર્યરત થયા નથી તેવા આક્ષેપો પણ નાગરિકો કરી રહ્યા છે જેના પરિણામે મયુર પુલ પર હાલ મોટાભાગની લાઈટો બંધ રહે છે અને મોરબીવાસીઓ માટે સમ ખાવા પુરતું કે એકમાત્ર ફરવાલાયક સ્થળ પર અંધકારની સ્થિતિ જોવા મળે છે અને નાગરિકોને અંધકારમાં જ અહી ફરવા આવવું પડે છે તો હવે મોર્નિંગ વોક કરવા પણ લોકો આવતા હોય છે ત્યારે અંધકારનો લાભ લઈને અસામાજિક તત્વો પણ છેડછાડ કરી સકતા હોય જેથી મહિલાઓની સલામતી સામે પણ પ્રશ્નો પણ સર્જાય છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/