હળવદ : વ્હોટ્સએપ બુકિંગ બાદ ઓનલાઈન પેમેન્ટ કરી ભારત ગેસ સિલિન્ડર મેળવી શકશે

0
51
/
હળવદ ભારત ગેસના ડિસ્ટ્રીબ્યુટર પદ્માવતી ગેસ એજન્સીએ આવેલ ઓફિસરની લોકોને કોરોનાથી રક્ષણ આપવા માટે મહત્વની જાહેરાત

હળવદ : હળવદના ભારત ગેસના ડિસ્ટ્રીબ્યુટર પદ્માવતી ગેસ એજન્સીએ લોકોને કોરોનાથી રક્ષણ આપવા માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં હળવદવાસીઓ ઘરેબેઠા વોટ્સએપથી ગેસ સિલ્ડર મેળવી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. જે માટે હળવદના ભારત ગેસના ડિસ્ટ્રીબ્યુટર પદ્માવતી ગેસ એજન્સીની મુલાકતે આવેલા ઓફિસર ઉમેશ બી. કાગદેએ ભારત ગેસ સિલિન્ડર બુકિંગ કરવા માટે વોટ્સએપ નંબર 18002 24344 જાહેર કર્યા છે.

લોકડાઉન દરમિયાન ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ભારત ગેસના ઉપભોક્તાઓને ઘરે બેઠા વોટ્સ એપથી રાંધણગેસની રીફીલ બુકિંગ કરાવી શકશે. સાથે-સાથે પેટીએમ, એમેઝોન, યુપીઆઈ, રૂપે, ફોન પે, ગુગલ પે જેવી એપથી તથા ભારત ગેસની સાઈટની એપથી ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે. કોરોનાનુ સંકામણ ઘટે તે માટે હળવદ ભારત ગેસ ના ડિસ્ટ્રીબ્યુટર પદ્માવતી ગેસ એજન્સીની મુલાકત એ આવેલ ઓફિસર ઉમેશ બી. કાગદેએ જણાવ્યું હતું કે ભારત ગેસ સિલિન્ડર બુકિંગ કરવા માટે વહોટસ્પ નંબર 18002 24344 ઉપર ઉપભોક્તા તેઓના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી હાય મોકલવાથી તરત જ એક મેસેજ આવશે ત્યારબાદ બુકિંગ લખીને મોકલવાથી બુકિંગ થઇ જશે અને બુકિંગના કન્ફર્મેશનના મેસેજમાં આવેલ લિંકથી ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. સાથે સાથે વિવિધ મોબાઇલ એપ જેમ કે પેટીએમ, એમેઝોન ,ફોન પે, ગુગલ પે, વિગેરે ભારત ગેસની વેબસાઇટ તથા એપ ઉપરથી સરળ રીતે ઉપભોક્તા પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી બુકિંગ તથા ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. કોરોના સંક્રમણથી બચવા માટે અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી આ સુવિધા શરૂ કરવામાં આવેલ છે એવું હળવદ પદ્માવતી ગેસ એજન્સીના નિલયભાઈ જણાવેલ હતું.

Mehull Bharwad 9898387421

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/