હળવદમાં ગૌવંશ પર ફરી હુમલો : પલાસણ ગામે હરામી તત્વોએ ફરી ગૌવંશને નિશાન બનાવ્યા

0
30
/

હળવદ: તાજેતરમાં હળવદ પંથકમાં ગૌવંશ પર હુમલાનો સિલસિલો સતત જોવા મળે છે પોલીસની કાર્યવાહી છતાં ગૌવંશ પર હુમલો કરનાર તત્વોને કાયદાનો ભય ના હોય તેમ ગૌવંશને નિશાન બનાવી રહ્યા છે જેમાં પલાસણ ગામે હુમલો કરવામાં આવ્યો છે

હળવદના પલાસણ ગામે ફરી વખત ગૌવંશ પર તીક્ષ્ણ હથિયાર અને એસીડ વડે હુમલો કરાયો છે તાજેતરમાં હળવદમાં ગૌવંશ પર સતત હુમલાની ઘટનાને પગલે હળવદ પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી ઝડપી લીધા હતા અને કડક કાર્યવાહી કરી હતી આમ છતાં ગૌવંશને નિશાન બનાવનાર ઈસમો હજુ પણ સક્રિય જોવા મળે છે પલાસણ ગામમાં વધુ એક ગૌવંશ પર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આવા કૃત્ય કરનારને પોલીસ તુરંત પકડે અને કાયદાનું ભાન કરાવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/