હળવદના 10 ગામોના પીવાના પાણીની સમસ્યા સત્વરે ઉકેલવા ધારાસભ્ય સાબરીયા દ્વારા રજુઆત

0
97
/

મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી સિંચાઈનો પ્રશ્ન ઉકેલવા પણ માંગણી 

હળવદ: તાજેતરમા હળવદ તાલુકાના ૧૦ ગામોમાં પીવાના અને સિંચાઇના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે

હળવદ તાલુકાના આજે પણ એવાં ગામો છે કે જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યુ. જેને કારણે ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે. ઓછામાં પુરા આ વિસ્તારમાં બોરના પાણીના તળ પણ નીચા જતાં રહેતાં ખેડૂતોને સિંચાઈ માટે પણ તકલીફો પડતી હોય છે ત્યારે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા હળવદ તાલુકાના 10 ગામોને પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા કાયમી માટે હલ કરવા રજૂઆત કરી છે.

ધારાસભ્ય દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, મારા મત વિસ્તારના હળવદ તાલુકાના નર્મદા કેનાલ કમાન્ડર વિસ્તારથી દૂરના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હોય સાથે જ બોરનમાં પાણી ના તળ પણ નીચે ઉતરી ગયા હોવાથી ત્યાં સિંચાઇ માટેનું પાણી પણ ના હોય ત્યારે આ સમસ્યાનો કાયમી માટે ઉકેલ લાવવા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા રાજ્ય સરકારને વિનંતી પણ કરી છે.

નીચે મુજબના ૧૦ જેટલા ગામોના પાણીની સમસ્યા માટે ધારાસભ્ય દ્વારા કરાઈ છે રજૂઆત

હળવદ તાલુકાના ચૂંપણી, માથક, માણેકવાડા, વાકિયા, ખેતરડી, શિવપુર, રાતાભેર, સમલી રાઈધ્રા અને રણછોડગઢ સહિત ૧૦ ગામોમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. જેથી ઉપરોક્ત ગામોની પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઇ છે.

ધાંગધ્રા તાલુકાના ૮ જેટલા ગામોને સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા રજૂઆત

હળવદ તાલુકાના ૧૦ ગામોની પાણીની સમસ્યાની સાથે-સાથે ધારાસભ્ય દ્વારા ધાંગધ્રા તાલુકાના પણ નારીચાણા, મોટા અંકેવાળીયા, ગુજરવદી, રામપરા, રાવળીયાવદર, રાયગઢ, ભેચડા અને ગાજણવાવ સહિત ૮ ગામોની પણ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ રજૂઆત પણ કરાઇ છે.

ચૂંટણી પ્રચાર દરમ્યાન ૧૦ જેટલા ગામના લોકો પાણી પ્રશ્ને રજૂઆત કરતા હતા: ધર્મેન્દ્રસિંહ ઝાલા

હળવદ તાલુકાના ચૂંપણી, મથક સહિત દસ ગામોના લોકો તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન અમે પ્રચાર અર્થે ગયા હતા ત્યારે પણ રજૂઆત કરી જણાવતા હતા કે અમારો એક જ પ્રશ્ન છે જે પાણીનો છે પાણીના તળ નીચા જવાને કારણે જમીનના ભાવ પણ ઘટી ગયા છે. જેથી ઉપરોક્ત ગામોની પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઇ છે. રાજ્ય સરકાર પણ આ રજૂઆતને ધ્યાને લઇ યોગ્ય કરે તેવી પણ વિનંતી છે. તેમ તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/