હળવદના ધનાળા રેલવે સ્ટેશન નજીક ટ્રેન હડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત

0
69
/

ગાંધીધામ રેલવે પોલીસે અકસ્માત મોતનો બનાવ દાખલ કરી હાથ ધરી તપાસ

હળવદ: ધનાળા રેલવે સ્ટેશન પાસે ટ્રેન હડફેટે એક અજાણ્યો યુવાન આવી જતા મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ગાંધીધામ રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી હતભાગી યુવાનની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીધામ રેલવે પોલીસમાંથી મળતી વિગતો મુજબ ધનાળાના સ્ટેશન માસ્ટરે બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરી હતી. જેમાં રેલવે પીલ્લર નંબર 666/2 તેમજ 702/2ની વચ્ચેથી અંદાજે 33થી 35 વર્ષિય અજાણ્યો યુવાન મળી આવ્યો હતો. રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક વિગતો મુજબ હતભાગી ટ્રેનના એન્જિનના હડફેટે આવી જતા મોત નિપજ્યું હતું. મૃતકે જાંબલી કલરનું શર્ટ અને લાલ રંગની હાફ પેન્ટ પહેર્યું હોવાનું પોલીસે ઉમેર્યું હતું. હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી ગાંધીધામ રેલવે પોલીસે તેની ઓળખ માટેના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/