હળવદના સાપકડા ગામના ખેડૂતને રીક્ષામાં બેસાડી ત્રણ શખ્સોએ રૂ. 10 હજારની લૂંટ ચલાવી

0
90
/
ખેડૂત વેપારી પાસેથી ઉપાડ લઈને વાડીના મજૂરને મહેનતાણું ચૂકવવા જતા હતા તે વેળાએ બન્યો લૂંટનો બનાવ

હળવદ : હળવદના સાપકડા ગામના એક ખેડૂતને રિક્ષામાં બેસાડી ત્રણ શખ્સોએ રૂ. 10 હજારની લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ મામલો હજુ પોલીસ ચોપડે નોંધાયો ન હોવાનું જાણવા મળે છે.

હળવદના સાપકડા ગામના ખેડૂત હીરાભાઈ જેઠાભાઇ મકવાણાને પોતાની વાડીએ રહેતા મજૂરોને મહેનતાણું ચૂકવવાનું હોય જેથી તેઓ યાર્ડના વેપારી અશ્વિનભાઈ બારોટ પાસે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓએ રૂ. 10 હજારનો ઉપાડ લીધો હતો. અને તે ઉપાડ વાડીના મજૂરને ચૂકવવા માટે પરત ફરી રહ્યા હતા. તે વેળાએ તેઓએ પરત જવા જે ઓટો રિક્ષામાં બેઠા હતા. ઓટો રિક્ષામાં ત્રણ શખ્સોએ ધોલધપાટ કરીને તેઓના ખિસ્સામાંથી રૂ. 10 હજાર કાઢીને તેઓને લૂંટી લીધા હતા. અને બાદમાં રિક્ષામાંથી નીચે ઉતારી મુક્યાં હતા. બાદમાં તેઓના જણાવ્યા મુજબ તેઓએ અશ્વિનભાઈને બનાવની જાણ કરી હતી અને અશ્વિનભાઈએ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે તેઓને સાથે રાખીને રિક્ષાચાલકોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ રીક્ષાચાલકો મળેલ ન હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/