હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો : ત્રણ દરવાજા ખોલાયા

0
89
/

ભારે વરસાદને પગલે સમગ્ર પંથક પાણી- પાણી : અનેક સ્થળોએ નુકસાનના બનાવ

હળવદ : આજે હળવદ પંથકમાં આજે સવારથી મેઘરાજાએ ધમાકેદાર રાઉન્ડ શરૂ કરતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું છે. ઉપરાંત બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો પણ થયો છે. જેને કારણે ડેમના ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને નીચવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ડેમમાં હાલ 2400 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 2600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-1 ડેમ માં પણ 2.70 ફૂટ પાણીની આવક નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાન થયું હોવાના બનાવ પણ સામે આવ્યા છે. જેમાં ધનાળા ગામે લાલજીભાઇ સગ્રામભાઇ રબારીનુ બંધ મકાન ધરાશાઈ થયુ છે. સુરવદર ગામે દિવાલ ધરાશાઈ થઈ છે. હળવદના સરા રોડ તેમજ રણકાંઠામા ખેતરોમા પાણી ભરાયા છે.

ચીત્રોડી ગામે રસ્તાનુ ધોવાણ થતા વાહન વ્યવહારમાં ભારે તકલીફ પડી છે. જુના ઇસનપુરથી નવા ઇસનપુર વચ્ચે રસ્તામા આવતાબેઠા હોકળામા પાણીની આવક થતા પસાર થવામાં તકલીફ પડી રહી હોવાનું સામે આવ્યું છે. પલાસાણ ગામે ઘરોમા વરસાદી પાણી ભરાયા છે. આમ હળવદ તાલુકામા બપોર સુધીમા પડેલા અંદાજે ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/