ગરમ ચા કે કોફી પીવાથી અન્નનળીનું કેન્સર થાય છે, અપચો અને કબજિયાત રહે છે

54
172
/

હેલ્થ ડેસ્ક: વરસાદી વાતાવરણમાં ગરમ ચા કે કોફી પીવાની મજા જ કંઈક અલગ છે. જો તમે વધારે ગરમ ચા કે કોફી પીવાનું પસંદ કરતા હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સર દ્વારા કરવામાં આવેલાં સંશોધનમા જાણવા મળ્યું કે, વધારે ગરમ કોફી અને ચા પીવાથી એસોફેગસ કેન્સર એટલે કે અન્નનળીનું કેન્સર થઈ શકે છે. વધુ પડતી ગરમ ચા અને કોફી પીવાથી માત્ર કેન્સર જ નહીં, પણ શરીરમાં બીજી ઘણી સમસ્યાઓ થાય છે. ચા અને કોફીને ઓછી માત્રમાં લેવી જોઈએ અને થોડી ઠંડી કરીને પીવી જોઈએ.

અન્નનળીનું કેન્સર કેવી રીતે થાય છે?
ગળામાં કેન્સર અથવા અનન્નળીનું કેન્સર ત્યારે થાય છે જ્યારે નળીમાં અસામાન્ય કોષોઓ અનિયત્રિંત રીતે વધવા લાગે છે. અન્નપ્રણાલીને ખોરાકની નળી કહેવામાં આવે છે. તેમજ 60 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકોમાં આ કેન્સર વધારે જોવા મળે છે. અન્નનળીનું કેન્સર વિશ્વમાં આઠમાં નંબરનું સૌથી મોટું કેન્સર છે. ભારતમાં દર વર્ષે 10 લાખ લોકો આ કેન્સરનો સામનો કરે છે.

પેટની સમસ્યા
આ કેન્સરના કારણે લોકોને અનેક પ્રકારની પેટની બીમારી થાય છે. પેટમાં દુઃખાવો, કબજિયાત, અપચો, ઉલ્ટી, લોહીના ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે.

લોહી ઓછું થઈ જવું
વધારે ગરમ ચા અથવા કોફી પીવી તે લોહી માટે જોખમી સાબિત થઈ શકે છે. શરીરમાં એનિમિયાની ખામી થઈ શકે છે. તેના લીધે વજન ઘટવાની સમસ્યા, ખાવામાં તકલીફ, છાતીમાં બળતરા, ઊધરસ અથવા ગળું ખરાબ થવાની સમસ્યા પેદા થઈ શકે છે.

મેટાબોલિઝમ ઘટાડે છે
ચા શરીરમાં મેટાબોલિઝમ ઘટાડે છે, જેના કારણે ભૂખ નથી લાગતી. તેથી અન્નનળી ખરાબ થઈ જાય છે. તેના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનાથી શરીરની અંદરની નળી ખરાબ થઈ જાય છે અથવા તો ચાંદા પડી શકે છે.

ગુપ્તાંગમાં સમસ્યા
આ કેન્સર શરીરમાં ગુપ્તાંગમાં સમસ્યા ઊભી કરે છે. જેનાથી શરીરનાં ગુપ્તાંગ કમજોર થઈ જાય છે. તેથી આપણા શરીરમાં શારીરિક સંબંધ બાંધાની ક્ષમતા ઘટી જાય છે.

દાંતની સમસ્યા 
વધારે પડતી ગરમ ચા કે કોફી પીવાથી દાંતની સમસ્યા થઈ શકે છે. તેનાથી દાંત પીળા થઈ જાય છે અને દાંતમાં દુઃખાવો પણ થાય છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.