- ખીલ થવાથી ડિપ્રેશનનું જોખમ 63% વધી જાય છે
- ‘ધ હેલ્થ ઈમ્પ્રૂવમેન્ટ નેટવર્ક’ના ડેટાબેઝ પરથી આ રિસર્ચ કરાયું હતું
- ખીલની સારવાર સાથે સાઇકાયટ્રિસ્ટ પાસે પણ સારવાર કરાવવી જોઈએ
હેલ્થ ડેસ્કઃ ચહેરા પરના ખીલ વ્યક્તિની સુંદરતા ખરાબ કરતા હોય છે. તે સાથે જ તેનું કનેક્શન ડિપ્રેશન સાથે પણ જોવા મળ્યું છે. જો તમને વારંવાર ચહેરા પર ખીલ થતા હોય તો તમારે તેની અવગણના ન કરવી જોઈએ.
અમરિકાના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં આ વાત સાબિત કરી છે કે, ખીલ ધરાવતા વ્યક્તિઓમાં ડિપ્રેશનન થવાનું જોખમ વધી જાય છે. આ જોખમ ખીલનું નિદાન કરાવવાના 5 વર્ષ સુધી હોય છે. બ્રિટિશ જર્નલ ઓફ ડોમેટોલોજીએ ‘ધ હેલ્થ ઈમ્પ્રુવમેન્ટ નેટવર્ક’ (THIN)ના ડેટાબેઝ પરથી આ રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચ વર્ષ 1986થી વર્ષ 2012 સુધી કરવામાં આવ્યું હતું.ખીલ થવાથી ડિપ્રેશનનું જોખમ 63% વધી જાય છે
આ રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ખીલ થવાથી ડિપ્રેશનનું જોખમ વધી જાય છે. ખીલની સમસ્યા વધુ બને તેના 1 વર્ષ પહેલાં ડિપ્રેશન થવાનું જોખમ સૌથી વધુ હોય છે. ખીલ ધરાવતી વ્યક્તિઓમાં ખીલ ન ધરાવતી વ્યક્તિઓ કરતા 63% વધુ ડિપ્રેશનનું જોખમ રહેલું હોય છે.
સ્કિનના ડોક્ટર્સે ખીલની સમસ્યા ધરાવતા વ્યક્તિઓમાં ડિપ્રેશનના લક્ષણોની પણ તપાસ કરવી અનિવાર્ય છે. ખીલથી થતા ડિપ્રેશનના જોખમને ઓછું કરવા માટે તેની યોગ્ય અને નિયમિત સારવાર કરાવવી આવશ્યક છે. ખીલની સારવાર સાથે સાઇકાયટ્રિસ્ટ પાસે પણ સારવાર કરાવવી જોઈએ.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
