ગણેશ ચતુર્થીને આડે હવે એક જ દિવસ બાકી છે તો તમે કંઇક સ્વીટ્સ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ વખતે તમે ગણપતિ દાદા માટે મોદક બનાવવા માંગો છો તો અમે તમારા માટે મોદકની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય મોદક..
બનાવવાની રીત
સૌ પ્રથમ ચોખાને ધોઈને તેને સૂકવી દો અને તે સૂકાઇ જાય એટલે તેનો દળી લો. ત્યારબાદ બારીક ચાળણીથી લોટ ચાળી લેવો. એક તપેલીમાં ઘી મૂકી તે ગરમ થાય એટલે નાળિયેરનું છીણ, ખાંડ અથવા ગોળ, ખસખસ અને એલચીનો ભૂકો ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો. હવે જેટલા કપ લોટ હોય તેટલા કપ પાણી લઈ ઉકાળવું. તેમાં ચપટી મીઠું અને બે ચમચા ઘી નાખવું. ઊકળે એટલે તપેલી નીચે ઉતારી તેમાં લોટ નાખવો. બરાબર હલાવી ધીમી આંચ ઉપર ગેસ પર રાખો . એક બાફ આવે એટલે ઉતારી ઠંડો પડે એટલે મસળવો. પછી તેમાંથી લુઓ લઈ હાથથી વાડકી આકાર કરી તેમાં પૂરણ ભરી પુરીનો છેડો થોડે થોડે અંતરે દાબીને છેડેથી બંધ કરવું એટલે મોદકનો આકાર થશે. પછી આ બધા મોદક વરાળથી બાફી, ઘી લગાવી દેવું અને ગણપતિજીને પ્રસાદ ધરાવો.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
