હળવદમાં નોનવેજ પાર્ટીમાં ઝઘડો થતા યુવાનની હત્યા કરનાર શખ્સ ઝડપાયો

0
551
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન ઘેરથી ટ્રકના જવાનું કહીને નીકળ્યા બાદ પાંચ દિવસ બાદ હળવદના કોયબા ગામ નજીકથી આ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસની ઝીણવટ ભરી તપાસમાં નોનવેજની પાર્ટીમાં ઝઘડો થતા યુવાનની તેના જ મિત્રએ કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો હતો.

હળવદ જીઆઇડીસી પાછળ રહેતો અજિત ઉર્ફે અજિયો દેવસીભાઈ સિરોયા નામનો યુવાન તા.15ના રોજ ઘેરથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની ગયા બાદ હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર કોયબા ગામ તરફ જતા રોડ ઉપર કેનાલના વોકળામાંથી અજિતની લાશ મળી આવતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થયાનું બહાર આવતા આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસની તપાસમાં મચ્છી ખાવાની પાર્ટીમાં ઝઘડો થતા મૃતકના મિત્ર એવા આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડે કુહાડી ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલતા પોલીસે આજે હત્યાના આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડની ધરપકડ કરી તેની પાસેથી હત્યામાં વપરાયેલ કુહાડી તેમજ મૃતકના મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ મૃતકના પાકીટમાંથી આરોપીએ રોકડા કાઢી લઈ મોબાઈલ અને પાકીટ નાલામાં ફેંકી દઈ મૃતકના બાઇકમાં 300નું પેટ્રોલ ભરાવી રાત્રે સામખીયારી બાઇક મૂકી આવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી પાસે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/