વાંકાનેર : કેરાળા ગામના વૃદ્ધની હત્યા પ્રકરણમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લેવાયો

0
288
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક આંતરી લાકડી વડે બેફામ માર મારી હાથ પગ ભાંગી નાખવાના બનાવમાં અમદાવાદ સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ નિપજતા આ હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર સોંપવા અદાલતે હુકમ કર્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા હરિપર ગામના વતની અને હાલમાં વિશિપરા ધમલપર ખાતે રહેતા લાખાભાઈ ગોરાભાઈ બાંભવા ઉ.65 નામના વૃધ્ધ અને તેમના પુત્ર વિરૂદ્ધ બેસતા વર્ષના દિવસે ફાયરિંગ અંગે ગુન્હો નોંધાયા બાદ આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર અને તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક આંતરી બેફામ મારતા હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ જતા સારવાર માંટે રાજકોટ ખસેડયા હતા. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેઓએ દમ તોડી દીધો હતો.હત્યાના આ બનાવમાં વાંકાનેર પોલીસે આરોપી નથુભાઈ ગોલતર તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી નથુભાઈને ઝડપી લઈ સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/