હળવદમાં મોઢેશ્વરી માતાના પાટોત્સવ નિમિત્તે યોજાયો સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો

0
41
/
સ્વૈચ્છિક રકતદાન કેમ્પમાં 152 બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી

હળવદ : તાજેતરમા હળવદમાં મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિત્તે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં આશરે 15 વ્યક્તિઓએ પ્રથમ વખત રકતદાન કર્યું હતું અને 5 દંપતીઓએ સજોડે અને બાપ અને દીકરીએ સાથે રકતદાન કર્યું હતું. તેમજ 61 વર્ષની વયે ગાંધીભાઈએ પણ 14મી વખત રકતદાન કર્યું હતું. કુલ મળી 152 બોટલ રક્ત એકત્ર થયું હતું. જેમાં 101 સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંક અને 51 બોટલ સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે થેલેસીમિયાગ્રસ્ત બાળકો અને લોહીની જરૂર છે તેવા બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે.

કોરોના વૈશ્વિક મહામારીના સમયે દરેક બ્લડ બેંકમાં બ્લડની અછત હોવાના કારણે લોહીની જરૂર છે, તેવા દર્દીઓમાં ખાસ કરીને સગર્ભા બહેનો, ગંભીર અકસ્માતે ઘવાયેલ દર્દીઓ અને થેલેસીમિયાના દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે હળવદ મધ્યે આવેલ મોઢ વણિક સમાજની વાડી ખાતે મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ, મોઢ વણીક સમાજ ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ હળવદ અને પાટિયા ગ્રુપ હળવદના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ રક્તદાન કેમ્પમાં હળવદ તાલુકાના તમામ સમાજના લોકોએ સ્વૈચ્છીક રીતે રકતદાન કરીને આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા. જેમાં હળવદના પોલીસ સબ ઇન્સ્પેકટર પી. જી. પનારા, યુવાનો અને મહિલાઓએ રકતદાન કર્યું હતું. તેમજ 5 દંપતીએ સજોડે રકતદાન કર્યું હતું. જ્યારે આશરે 15 વ્યક્તિઓએ પ્રથમ વખત રકતદાન કર્યું હતું અને 1 બાપ અને દીકરીએ સાથે રકતદાન કરી સમાજને રકતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.

જ્યારે 61 વર્ષના યુવાન કહી શકાય તેવા ગાંધીભાઈએ 14 મી વખત રકતદાન કરી યુવાઓને રકતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. આ રકતદાન કેમ્પમાં દીપકદાસ અને પ્રભુચરણદાસ મહારાજ તેમજ લોહીની ઇમરજન્સી જરૂર હોઈ તે વેળાએ તાત્કાલિક લોહીની જરૂરીયાતવાળા દર્દીઓને લોહી પૂરું પાડી રહ્યા છે, તેવા યુવા આર્મી ગ્રુપ મોરબીના પીયૂષભાઈ બોપલીયા અને સાથી સભ્યોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગરના સર્વોદય કાર્યકર્તા ગોવિંભાઈ ભરવાડએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનોએ હાજરી આપી યુવાનો અને રક્તદાતાઓના ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મોઢ વણિક સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, રોટરી કલબ ઓફ હળવદ અને પાટિયા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/