બંધના એલાનને પગલે શહેરની બજારો બંધ રહી : માર્કેટ યાર્ડમાં વેપારીઓ હરરાજીથી અળગા રહ્યા
હળવદ : આજે કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનને હળવદએ સંપૂર્ણ સમર્થન આપ્યું હોય તેમ શહેરની બજારો સવારથી જ બંધ રહી હતી. એ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વૈજનાથ ચોકડી ખાતે એકઠા થઇ વિરોધ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા આઠ જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
હળવદ માર્કેટ યાર્ડ માં માત્ર ૩૦ ટકા જેટલા જ ખેડૂતો આજે પોતાની જણસો વેચવા માટે આવ્યા હતા. જેમાં પણ વહેલી સવારના મગફળીની હરરાજી કરવામાં આવી હતી. બાકી કપાસ સહિતની વસ્તુઓની હરરાજીથી વેપારીઓ અળગા રહ્યા હતા અને હરરાજીનું કામ આજ માટે બંધ રહ્યું હતું. કારણ કે વેપારીઓ પણ મૌન રીતના ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનમાં જોડાયા છે. સાથે જ પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ મુખ્ય જગ્યાઓ પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.એકંદરે હળવદમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide