માળિયા : વેણાસરમાં જીંગા મચ્છી મુદ્દે બઘડાટીમાં તલવાર-ધારિયા ઉડ્યા, સામસામી ફરિયાદ

0
169
/

મોરબી: તાજેતરમા માળિયા તાલુકાના વેણાસર ગામની સીમમાં જીંગા મચ્છી મારવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જે બનાવ અંગે માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

મોરબીના વિસીપરાના રહેવાસી અલી કાસમ કટિયાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તેના ફુઈના દીકરા આલમ વલીમાંમદ મોવરને આરોપી અલી મામદ મોવર, રફીક અલીભાઈ મેર, રિયાજ અલીભાઈનો જમાઈ અને સલીમ અલીભાઈ મેર રહે બધા માળિયા વાળાએ વેણાસર ગામની સીમમાં જીંગા મચ્છી મારવા મામલે બોલાચાલી થતી હોય જેનો ખાર રાખીને ધારિયું મારી તેમજ તલવારના ઘા ઝીકી આલમ વલીમાંમદ મોવરને માથાના ભાગે લાકડી અને ધોકાના ઘા મારી ગંભીર ઈજા કર્યાની ફરિયાદ નોંધાવી છે

જયારે સામાપક્ષે રોશનબેન શોકતઅલી મેર રહે માળિયા વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ શોકતઅલી મામદભાઈ મેરને આરોપી આલમ વાલીમાંમદ મોવર જુના અંજીયાસર વાળા સાથે જીંગા મચ્છીમારી કરવા બાબતે બોલાચાલી થયેલ જેનો ખાર રાખી આરોપીઓએ રોશનબેન અને શોકતઅલી મેરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/