વાંકાનેરમાં પતિ-સાસુના ત્રાસથી પરિણીતાએ ફીનાઇલની ગોળી પી લીધી!!

0
29
/

પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

વાંકાનેર : હાલ વાંકાનેરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફીનાઇલની ગોળી પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સમયસરની સારવારને કારણે બચી ગયેલી પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયોતીબેન જયેશગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૨ રહે.વાંકાનેર રંગવાળી શેરી) એ આરોપીઓ જયેશગીરી ભરતગીરી ગૌસ્વામી(પતિ), જયશ્રીબેન ભરતગીરી ગૌસ્વામી (સાસુ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સાસુએ તેના પુત્રને કહેલ કે આ તારી પત્ની જયોતી મને પુછયા વગર તેના માસીના ઘરે આવતી રહેલ છે,તેમ કહેતા આરોપી પતિએ ફરીયાદી પર ગુસ્સે થઈ કહેવા લાગેલ કે મને પુછયા વગર ઘર બહાર નીકળવુ નહી તેમ કહી ઝગડો કરી મારકુટ કરી ઘરેથી જતા રહેલ અને ગઈકાલ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે ફરીયાદી પોતે એકલા હોય ત્યારે તેના પતિ તથા સાસુના આવા ત્રાસથી કંટાળી જઈ પોતે પોતાની મેળે ઘરના બાથરૂમમા પડેલ ફીનાઈલની તથા ઘેનની તથા અન્ય દુખાવાની ગોળી પી લીધેલ અને ઉલ્ટી ઉબકા થતા ઘરના તેમજ આડોશી-પાડોશીને જાણ થતા તે લોકો પ્રથમ વાંકાનેર બાદ મોરબીની સરકારી હોસ્પીટલમા સારવારમા ખસેડાઇ હતી. જ્યા સ્વસ્થ્ય થયા બાદ પરિણીતાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પણ મહિલા પોલીસ ચાલવી રહી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/