મોરબીની પોસ્ટ ઓફીસમાં નેટ સેવા ખોરવાતા કામગીરી ઠપ્પ

0
29
/
મેઈન પોસ્ટ ઓફીસમાં કામગીરી ઠપ્પ થવાથી સવારથી 50થી વધુ લાઈનમાં ઉભેલા લોકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબીની પોસ્ટ ઓફીસમાં આજે ઈન્ટરનેટ સેવા ખોરવાઇ ગઈ હોવાની લોકીમાં ફરિયાદ ઉઠી છે. જેના કારણે મેઈન પોસ્ટ ઓફિસની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. આથી, સવારથી લાઈનમાં ઉભેલા 50 થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

મોરબીની મેઈન પોસ્ટ ઓફીસમાં આજે વિવિધ કામગીરી માટે આવેલા લોકોની ફરિયાદ મુજબ આ પોસ્ટ ઓફીસમાં આજે સવારે 9 વાગ્યે પોસ્ટની વિવિધ કામગીરી માટે લોકો આવ્યા છે. જેમાં હાલ આ પોસ્ટ ઓફીસમાં મસમોટી લાઈનો લાગી છે. આશરે 50 થી વધુ લોકો સવારના 9 વાગ્યાથી લાઈનમાં ઉભા છે. એમની કામગીરી કયારે પૂર્ણ થશે એ કહી શકાય એમ નથી. કારણ કે આ પોસ્ટ ઓફીસમાં ઈન્ટરનેટ સેવા બંધ પડી ગઈ છે. જોકે મોટાભાગનું પોસ્ટ ઓફિસનું કામ ઓનલાઈન જ થતું હોય, ઈન્ટરનેટ સેવા ખોરવાતા આ પોસ્ટ ઓફિસની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જેથી, સવારથી લાઈનમાં ઉભેલા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/