ટંકારા: છ વર્ષ પહેલાં ગુમ થયેલી યુવતીની ભાળ મળી

0
119
/

મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગુમ થયેલા તેમજ અપહરણનો ભોગ બનેલા બાળકો, સગીર અને મહિલાઓનો લાંબા સમયથી પત્તો લાગતો ન હોવાથી આ લોકોને તાત્કાલિક શોધી કાઢવા માટે ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચના હેઠળ નાયબ અધિક્ષક મોરબી વિભાગની એક ટિમ બનનાવવામાં આવી છે.

ત્યારે ટંકારાના કાગદડી ગામે રહેતી હેમાક્ષીબેન પ્રફુલભાઈ લિંબાસીયા (ઉ.વ. 19) નામની યુવતી ગત તા. 16/12/2014 ના રોજ ગુમ થઈ ગઈ હતી. છેલ્લા છ વર્ષથી આ યુવતીનો પત્તો ન લગતા અંતે આ યુવતીને શોધી કાઢવાની નાયબ અધિક્ષક મોરબી વિભાગની એક ટિમને સૂચના અપાઈ હતી. આથી, આ અંગેની તપાસ દરમિયાન ગુમ થનાર યુવતી રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર હોવાની હકીકત મળતા નાયબ અધિક્ષક મોરબી વિભાગની એક ટિમે ત્યાં પહોંચીને આ યુવતીનો કબ્જો મેળવીને તેના પરિવારને સોંપી દીધેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/