ટંકારા : રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા દિવગંતોના આત્માની શાંતિ અર્થે શાંતિ યજ્ઞ યોજાયો

0
36
/

ટંકારા : તાજેતરમા ટંકારાના લતીપર રોડ ઉપર સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવગંતોના આત્માની શાંતિ માટે ટંકારા તાલુકાના સાવડી ગામના પાટીયા પાસે નગરજનો દ્વારા આર્યસમાજના સહયોગથી આજે શાંતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ટંકારા આર્યસમાજના પંડિત સુહાસજી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો.

ટંકારાથી જામનગરને જોડતો મુખ્ય હાઈવે પર છેલ્લા ધણા સમયથી છાશવારે અકસ્માતો સર્જાય છે.ત્યારે થોડા દિવસ પહેલાં જ વડોદરાથી દ્રારકાધિશના દર્શને જતા એક પરીવારને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં એ પરિવારના ત્રણ વ્યક્તિઓનુ ધટના સ્થળે મોત નીપજ્યું હતું. આ રોડ પર મુત્યુ પામેલા દિવગંતોના આત્માની શાંતિ અર્થે સાવડી ગામના લોકોએ સાથે મળીને શાંતિ યજ્ઞનુ આયોજન કર્યું હતું. જેમા ટંકારા આર્યસમાજના પંડિત સુહાસજી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો.આ યજ્ઞના આયોજનમાં પ્રવીણભાઈ ગોસરા, વિરમગામા મનસુખભાઇ, ગોસરા નરભેરામભાઈ, નાગજીભાઈ મેરા અને ગ્રામજનોએ યોગ્ય સહયોગ પણ પૂરો પાડ્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/