મોરબી ફાયર બ્રિગ્રેડમાં લાંબા સમય બાદ ક્વોલિફાઇડ સ્ટાફની ભરતી કરવામાં આવશે

0
56
/
આગની દુર્ઘટનાઓને પહોંચી વળવા માટે ફાયર બીગ્રેડને સશક્ત બનાવવા સ્ટેશન ઓફિસર, 12 ફાયરમૅન, વિભાગીય અધિકારી અને વહીવટી સહિત 21 સ્ટાફની નિમણૂક કરવા રાજ્ય સરકાર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ પણ મંગાવી

મોરબી : રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર વધુ ગંભીર બની છે અને સંભવિત આગની દુર્ઘટનાઓને પહોંચી વળવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે ઔધોગિક રીતે સમૃદ્ધ સીરામીક નગરી મોરબીમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવું પડે તે માટે ફાયર બ્રિગ્રેડને સશક્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને ફાયરના સઘનોની સાથે સ્ટાફ પૂરતો હોવો જરૂરી હોવાથી સરકારે આ દિશામાં પ્રયાસો હાથ ધરીને લાંબા સમયથી મોરબી ફાયર બ્રિગ્રેડના સ્ટાફમાં રહેલી ખાલી જગ્યાઓ ભરવાની ગતિવિધિ તેજ બનાવી દીધેલ છે.

હાલ મોરબી ઉદ્યોગોનું હબ હોવાની સાથે હવે સિમેન્ટ કોંક્રેટનું જંગલ બની ગયું છે. જેમાં શહેરની અંદર અને બહાર બધી જ જગ્યાએ અનેક સાત કરતા વધુ માળની હાઈરાઈઝ બિલ્ડીંગો ખડકાઈ ગઈ છે. ઉપરના માળે આગ લાગે તો તેને કાબુમાં લેવા ફાયર બ્રિગ્રેડ સક્ષમ જ નથી. કારણ કે ફાયર બ્રિગ્રેડ પાસે ટાંચાના સાધનો અને ક્વોલિફાઇડ સ્ટાફનો અભાવ છે. મોરબી ફાયર બ્રિગ્રેડમાં સ્ટાફની વર્ષોથી ખાલી જગ્યાઓ છે. ત્યારે આ સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા અને સામાંકાંઠે નવું અલગથી ફાયર સ્ટેશન બનાવવાની વર્ષોથી માંગણી થઈ રહી છે. ત્યારે રાજકોટની અગ્નિકાંડની દુર્ઘટના પછી રાજ્ય સરકાર વધુ ગંભીર બનીને એક્શન મોડમાં આવતા આગામી સમયમાં મોરબીમાં અત્યાધુનિક સાધન સામગ્રીથી ભરપૂર ફાયર બ્રિગ્રેડ અને ક્વોલિફાઇડ સ્ટાફ મળવાની આશા પ્રબળ બની છે. ત્યારે રાજય સરકાર દ્વારા રાજ્યની એ,બી.સી ગ્રેડની નગરપાલિકામાં સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/