મોરબી: વવાણિયામાં પ્રવાસનને વેગ આપવા રૂ.2.65 કરોડના કામોનું 17મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

0
38
/

હાલ આરોગ્ય વિભાગના 2.48 કરોડના વિવિધ કામોનું પણ લોકાર્પણ કરાશે : રાજયમંત્રી અને અધિકારીઓએ રામબાઈમાં મંદિર અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યું

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : માળીયા મી. તાલુકાના વાવણીયા ગામે આવેલ રામબાઈ માતાજીની પવિત્ર જગ્યા ખાતે 17 મેના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભોજનાલય, સભાખંડ, સહિતના રૂ.2.65ના તેમજ આરોગ્ય વિભાગના 2.48 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ ટોચના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.વાવણીયા ગામે આવેલ 250 વર્ષ જુના ઇતિહાસ ધરાવતા રામબાઈ માતાજીની પવિત્ર જગ્યા ખાતે પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારની પ્રવાસન ઉધોગની ગ્રાન્ટમાંથી વિશાળ ભોજનાલય, સત્સંગ હોલ , સહિતના રૂ.2.65 કરોડના ખર્ચે વિકાસ કામો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાવણીયામાં પીએસસી સેન્ટર, ટંકારા ખાતે 50 બેડ કોવિડ વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ સાથે તથા માળીયા ખાતે 20 બેડનો કોવિડ વોર્ડ અને ઓક્સિજન પ્લાન્ટ સહિતના આરોગ્ય વિષયક 2.48 કરોડના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે સીએમ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમની સુરક્ષાના ધ્યાને લઈને ઇન્ચાર્જ કલેકટર ભગદેવ, અધિક કલેકટર મૂછાર દ્વારા સભાસ્થળનું નિરીક્ષણ કરાયું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/