વાંકાનેરમાં ‘ખિલખિલાટ’ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું

0
40
/

વાંકાનેર : હાલ આજ તા. 3નાં રોજ મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકામાં આવેલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે નવી ‘ખિલખિલાટ એમ્બ્યુલન્સ’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં જે રીતે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા 24 કલાક કાર્યરત રહે છે અને નિઃશુલ્ક સેવા કરી રહી છે. તે જ રીતે ‘ખિલખિલાટ’ પણ મોરબી જિલ્લામાં સગર્ભાઓને ચેક અપ માટે ઘરેથી સરકારી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે લઈ જવાનું કામ કરી રહી છે. જેમાં માતા અને બાળકને પણ ચેકઅપ માટે ફ્રીમાં લઇ જવાય છે. તેમજ ડિલિવરી થયા બાદ સુરક્ષિત રીતે મા અને બાળકને ઘરે સુધી મૂકી જવાનું કામ કરી રહી છે. આ રીતે ‘ખિલખિલાટ’ માતા અને બાળકને સારી રીતે સાચવીને લઇ જાય-મૂકી જાય છે. ફેબ્રઆરી મહિનામાં આશરે ૨૦૦૦ જેટલા મહિલા લાભાર્થીઓએ ‘ખિલખિલાટ’નો લાભ લીધેલ છે.

મોરબી જિલ્લામાં અલગ-અલગ સ્થળ જેવા કે મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા, જેતપર-મચ્છુ, હળવદ આમ ટોટલ 7 જેટલી ‘ખિલખિલાટ’ કાર્યરત છે. જેમાં વધુ એક ખિલખિલાટ વાંકાનેર તાલુકામા વધારવામાં આવી છે. જેનું લોકાર્પણ વાંકાનેર સરકારી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડો. ફાલ્ગુની ત્રિવેદીએ કર્યું છે. જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડોક્ટર હરપાલસિંહ અને ઓર્થો સર્જન ડોક્ટર જીગ્નેશ તેમજ વાંકાનેર સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ, 108 સ્ટાફ તેમજ ‘ખિલખિલાટ’નો સ્ટાફ પણ હાજર રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/