કુલ રોકડ રકમ રૂ. 14,160 જપ્ત કરાઈ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં ત્રણ શખ્સોને કુલ રોકડ રકમ રૂ. 14,160 સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.
ગઈકાલે તા. 31 જુલાઈના રોજ મેસરીયા ગામના નવાપરા વીસ્તારમાં ચોકમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગોળ કુંડાળુ વળીને ગે.કા. રીતે જુગાર રમતા નીલેશભાઇ મનસુખભાઇ સોલંકી, અલ્પેશભાઇ રમણીકભાઇ ગોટેચા તથા રમેશભાઇ ભનાભાઇ ડાભીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 14,160 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide