હળવદમાં હસું દરજીની જુગાર કલબ ઉપર દરોડો

0
170
/

રાજકીય નેતાઓના કપડાં સિવતા હરેશ ઉર્ફે હસુએ રાતો – રાત રૂપિયા કમાવા જુગાર કલબ શરૂ કરતા જ પોલીસનો સપાટો

હળવદ : હળવદમાં રાજકીય નેતાઓના કપડાં સિવતા હરેશ ઉર્ફે હસું દરજીએ રાતો – રાત રૂપિયાવાળા થવા પોતાના ઘરમાં જ જુગાર કલબ શરૂ કરતાં પોલીસે દરોડો પાડી હસુની રાજકીય હવા કાઢી નાખી રૂપિયા ૩૪ હજારની રોકડ સાથે નવ શકુનીઓને ઝડપી લીધા હતા, ઉલ્લેખનીય છે કે હસું દરજીને રાજકીય સંબંધો હોય આપણે ત્યાં પોલીસ પગથિયાં ન ચડે તેવી મોટી – મોટી જુગારીઓને સંભળાવતો હતો પરંતુ આજે પોલીસે રેડ પાડી હસુનો ફાંકો કાઢી નાખ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ એમ.આર સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ ના પીએસઆઇ પી.જી પનારા કોન્સ્ટેબલ યોગેશદાન ગઢવી,દેવેન્દ્રસિંહ ઝાલા,ગંભીરસિંહ ચૌહાણ,બીપીનભાઈ પરમાર,મુમાભાઈ રબારી,સી.એમ ઈન્દરીયા,કિરીટભાઈ જાદવ સહિતનાઓ એ હળવદ શહેરમાં એ ટુ ઝેડ નામની દરજીની દુકાન ધરાવતા હરેશભાઈ ઉર્ફે હસુ દરજીના રહેણાક મકાનમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા હસુના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ગંજીપાનાનો જુગાર રમતા આઠ શકુનીયોને રંગેહાથ ઝડપી લીધા હતા

ઝડપાયેલા આરોપીઓ પાસેથી ૩૪૮૦૦ ની રોકડ તેમજ ૩ મોબાઇલ મળી કુલ રૂપિયા ૩૬૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી હરેશભાઈ ઉર્ફે હસુભાઈ નરહરિભાઈ દરજી રહે વાણિયાવાડ હળવદ,યુનુસભાઇ ઈસ્માઈલભાઈ લોલાડીયા રહે દંતેશ્વર દરવાજા હળવદ,જેરામભાઈ નાગજીભાઈ જાકાસણીયા રહે મહર્ષિ ટાઉનશીપ હળવદ,મુકેશભાઈ વસંતભાઈ આચાર્ય રહે વાણિયા વાડ હળવદ,ઉમેશભાઈ કાન્તિલાલ રાવલ રહે જાનીફળી હળવદ,બ્રિજેશભાઈ જીવંતભાઈ રાવલ રહે રાવલફળી હળવદ, હિરેનભાઈ દિનેશચંદ્ર ભાઈ ઠાકર રહે રાવલફળી હળવદ, દિલીપભાઈ ચમનભાઈ દસાડિયા રહે રાજગોરના વંડામા હળવદ ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે જુગાર આખરે જુગાર જ છે જુગાર એક મોટી સામાજિક બધી છે અને જુગારમાં અનેક પરિવારો બરબાદ થયા છે અને થઈ પણ રહ્યા છે વરલી મટકા,શેરના ડબ્બા,ક્રિકેટનો જુગાર,એકી બેકી નો જુગાર,ઘોડીપાસાનો જુગાર જેવાં અનેક પ્રકારના જુગાર ૨૪ કલાક ક્યાંકને ક્યાંક રમાઈ રહ્યા છે અને બુકીઓ,અડ્ડાના સંચાલકો, ડબ્બાના માલિકો અઢળક કમાઈ કરી રહ્યા છે જેનાથી ગરીબ,મજૂર વર્ગ બરબાદ થઈ રહ્યો છે જેથી હળવદ પોલીસ દ્વારા જુગારને પ્રોત્સાહન આપવાનો લગીરે કે લેશમાત્ર ઈરાદો ન રાખી જુગારની બદલીઓને ડામવા દરોડા પાડવામાં આવી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/