મોરબીના ગ્રીન ચોકમાં ગટર ઉભરતા કાઉન્સિલર દ્વારા તાકીદે કામગીરી

0
72
/
મોરબીના વસંત પ્લોટમાં કોરોનાનો કેસ નોંધાતા નગરસેવક દ્વારા સેનિટાઈઝેશન કરાવાયું

મોરબી : મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર ગ્રીન ચોક ખાતે ગત રાત્રે ગટર ઉભરવવાની સમસ્યા સામે આવી હતી ત્યારે મોરબી નગરપાલીકા વોર્ડ. નં-૭ના કાઉન્સીલર ભાવીન ભાઈ ઘેલાણી દ્વારા રાત્રીના ૨ વાગ્યા સુધી જાતે દેખરેખ રાખી ગટરની સમસ્યાનુ સમાધાન કરાવ્યુ હતુ.

આ તકે ત્યાંના સ્થાનિકો, પૂર્વ નગરપતિ અનોપસિંહજી જાડેજા, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ સહીતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલીકાના સ્ટાફ દ્વારા સમસ્યાનો ઉકેલ કરવામા આવ્યો હતો.તે ઉપરાંત, તાજેતરમા મોરબી શહેરમા કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે મોરબી વસંત પ્લોટ ખાતે પણ કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો હતો. સામાન્ય રીતે, જ્યાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાય તે જ શેરીમા સેનિટાઈઝેશનની કામગીરી કરવામા આવતી હોય છે પરંતુ વોર્ડ નં-૭ ના કાઉન્સીલર ભાવીનભાઈ ઘેલાણી, ગીરીશભાઈ ઘેલાણી તથા ચિરાગ રાચ્છ સહીતના આગેવાનો દ્વારા સમગ્ર વસંત પ્લોટ વિસ્તારમા નગરપાલીકાના સ્ટાફને હાજર રાખી સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામા આવી હતી. જેનાથી સ્થાનિકોમા રાહતની લાગણી પ્રસરી હતી. તેમ અગ્રણી નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં જણાવાયું છે.

( રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/