મોરબીમાં પત્રકાર સામે ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કર્યાના આક્ષેપ સાથે વડાપ્રધાન-ગૃહમંત્રીને કરાઈ રજૂઆત

0
268
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીના પત્રકાર અને અખબારના તંત્રી જયદેવ કે. બુધ્ધભટ્ટીએ પોલીસ દ્વારા તેમની વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે ન્યાય મેળવવા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત ૨૧ જેટલા વિભાગોમાં લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

મોરબીના પત્રકાર અને તંત્રી જયદેવ કિશનભાઈ ભટ્ટીએ આક્ષેપો સાથે લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે ગત. ૫ મી ઓગષ્ટના રોજ મોરબીના નાયરા પેટ્રોલ પંપ પર ડિજિટલ પેમેન્ટના અસ્વીકાર બાબતે રેકો્ડીંગ કરતા પંપના માલિકે રેકોર્ડિંગ ડિલીટ કરવાની ધમકી આપી હતી. જેને લઇને મોરબી પોલીસ એસ.પી અને કલેકટરને ૭ મી ઓકટોબરે પત્ર પાઠવતા કોઈ પગલાં લેવાને બદલે મોરબી પોલીસે પેટ્રોલ પંપ માલિકની ખોટી ફરિયાદને તેમની વિરૂદ્ધ એફઆઇઆર નોંધી ધરપકડ કરી ખોટા આક્ષેપો કરી પત્રકાર તરીકે મૂળભૂત અધિકાર અને બંધારણીય કલમ ૧૯(૧) એ હેઠળના અભિવ્યક્તિ સ્વાતંત્રતા અને પ્રેસના અધિકારનો ખુલ્લે આમ ઉલ્લંધન કરી મોટું નુકશાન પહોંચાડ્યું છે.જે બાબતે ઉંડાણ પૂર્વક યોગ્ય તપાસ કરી મોરબી પોલીસમાં ઉચ્ચ અધિકારીઓ સહિતના દોષિતો સામે કડક કાર્યવાહી કરવા જયદેવ કે બુધ્ધભટ્ટીએ માંગણી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/