મોરબી બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવા ઉધોગકારોની બુલંદ માંગ

0
85
/

સીરામીક સહિતના 100થી વધુ ઉધોગકારોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરીને વાવડી ચોકડી, પંચાસર ચોકડી, નવલખી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી

મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે.તેમાંય મોરબી બાયપાસ રોડ પર દરરોજ ટ્રાફિકજામ સર્જાઈ છે.તેથી વ્યવસાય માટે નીકળતા ઉધોગકારોને ટ્રાફિકજામમાં ફસાવવાથી ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.તેથી બાયપાસ રોડ પર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે ઓવરબ્રિજ જ એકમાત્ર વિકલ્પ હોવાની ઉધોગકારોમાં બુલંદ માંગ ઉઠી છે.મોરબીના 100થી વધુ ઉધોગકારોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરીને બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે.

મોરબીના સીરામીક ઉધોગ સાથે સંકળાયેલા100થી વધુ ઉધોગકારોએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી હતી કે , મોરબી બાયપાસ રોડ ઉપર દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યાઓ વકરી રહી છે.જોકે બાયપાસ રોડ ઉપર ઉધોગકારોને રહેણાક મકાન આવેલા છે.જ્યારે સામાકાંઠે તેમના ઉધોગ ધંધા આવેલા છે આથી ઘરથી ઉધોગ ધંધાના સ્થળે અવરજવર કરવા માટે મોરબી બાયપાસ રોડનો દિવસમાં બે વખત ઉપયોગ કરે છે. છેલ્લા બે વર્ષથી મોરબી બાયપાસ રોડ પર પંચાસર ચોકડી, વાવડી ચોકડી, નવલખી ફાટક પાસે સવારે ઓફિસે જવાના સમય 8 થી 11 અને સાંજે ઘરે આવવાના સમય 6 થી 9 સુધીના સમયગાળા દરમ્યાન દરરોજ ટ્રાફિકજામ સર્જાઈ છે. ટ્રાફિકજામને કારણે વખતોવખત અકસ્માતના બનાવો પણ બને છે અને આ અકસ્માતના બનાવોમાં અત્યાર સુધીમાં ઘણા લોકોનો ભોગ લેવાય ચુક્યો છે.તેથી ઉધોગકારો પર સતત જાનનું જોખમ રહે છે.અને ધરથી ઓફિસ જવા માટે દરરોજ ટ્રાફિકજામ થતો હોવાથી ઉધોગકારો સમયસર ધંધાના સ્થળે પહોંચી શકતા નથી. તેથી ઉધોગકારોને દરરોજની આ ટ્રાફિકની કડાકૂટમાંથી મુક્તિ અપવવા માટે મોરબી બાયપાસ રોડ પર આવેલ પંચાસર ચોકડી, વાવડી ચોકડી, અને નવલખી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની તાત્કાલીક મંજૂરી આપી યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/