ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ-6 નું આયોજન કરવામાં આવ્યું

0
147
/

ટંકારા : હાલ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા SPL-6 (સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજની એકતા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલ આ ક્રિકેટ મેચમા 31 ટિમ વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં સરદાર વંશજ હરીપર ટિમ વિજેતા બની હતી. જયારે શિવમ ઇલેવન રનરઅપ ટિમ રહી હતી.

ટંકારા લેઉવા પાટીદાર સમાજના 16 ગામના યુવાનોમાં જાગૃતિ આવે અને એક-મેકના પરીચયમા રહે તેવા ઉદેશથી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા SPL-6 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. 27, 28 અને 29 ના રોજ કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 31 ટીમ મેદાનમાં ઉતરી હતી. ખેલના અંતમા શિવમ ઇલેવન અને સરદાર વંશજ હરીપર ટીમ ફાઈનલમા પહોચી હતી. જેમા ભારે રશાકશી બાદ સરદાર વંસજ હરીપરની ટીમે ફાઇનલ ટાઇટલ જીત્યુ હતું.

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન સરદાર લેઉવા પાટીદાર સમાજના યુવા ટીમના વિપુલભાઈ ડાકા તથા પિયુષભાઈ દેવડા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ અમ્પાયરિંગ રિટાયર માસ્તર રવજીભાઈ પાલરિયાએ કરેલ હતું. આ ટુર્નામેન્ટ અંતર્ગત દરેક મેચમાં થયેલ મેન ઓફ ધ મેચ તેમજ ક્વાર્ટર ફાઇનલ તથા સેમિફાઇનલમાં રનરઅપ રહેલ ટીમને સમાજના ટ્રસ્ટીઓ દ્વારા શિલ્ડ અર્પણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમના અંતમાં સમાજના પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે, આવી એક્ટિવિટીથી યુવાનોમાં એકતા વધે અને ભાઈચારો કેળવાય તેમજ એક જ પ્લેટફોર્મ ઉપર સમાજનું યુવાધન આવીને સમાજની એકતાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડે તેવી ભાવના કેળવાય તેવા હેતુથી કરવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/