મોરબીમા DDO દ્વારા પાકના નુકસાનીનો સર્વે તાકીદે કરવા દરેક TDOને ખાસ આદેશ

0
94
/

જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની સૂચનાનો અમલ કરતા DDO

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ખેતીવાડી પાકના નુકસાનનો તાત્કાલીક સર્વે કરવા માટે સુચના આપવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીને સર્વેમાં કોઈપણ વિલંબ ન થાય અને તાત્કાલીક સર્વે કરવા તાકીદ સાથે લેખિતમાં સુચના આપવામાં આવી છે.

મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ આદેશમાં જણાવ્યું છે કે હાલ વધુ વરસાદ પડતા ખેતીવાડીમાં પાક નુકશાન થયેલ હોય, જે અંતર્ગત ખેતીવાડી પાક નુકશાનનો સર્વે હાથ ધરાયેલ છે. જેમાં તાલુકા વિકાસ અધિકારીના તાબા હેઠળનાં તલાટી કમ મંત્રી તથા સરપંચોને સુચના છે કે દરેક ગામે ગામમાં ગ્રામસેવક સાથે લગત તલાટી કમ મંત્રી તથા સરપંચોએ સાથ સહકાર આપવાનો છે. જે સર્વેમાં કોઈપણ વિલંબ કરવાનો થતો નથી. તેવી તાકિદ આપવામાં આવી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/