મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો

0
181
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] : હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળના 500 પરિવારે ભાગ લીધો હતો. મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળના સ્નેહમિલન સમારોહમાં ધો. કે. જી. થી માંડીને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમત રાખવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિના બાળકોએ ભાગ લીધો હતો. આ રમતગમત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર પ્રાપ્ત કરનારને વિશેષ ઈનામ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં માતૃશ્રી રામબાઈમાં ધામ-વવાણીયાના સંત પ્રભુદાસબાપુ, રામધન આશ્રમ-મહેન્દ્રનગરના મહંતા ભાવેશ્વરીબેન તેમજ મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ટુના આહિર કર્મચારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આજીવન દાતા ચંદુભાઈ હુંબલ તેમજ જીવનભાઈ ડાંગર દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા. તેમજ ક્લાસ વન અને ટુ અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સ્નેહમિલનના કાર્યક્રમમાં 12 દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો. તેમજ આ કાપ્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/