મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ના લાભાર્થીઓને મંજૂરી તથા આદેશ એનાયત કરાયા

0
146
/

મોરબી : તાજેતરમા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓના જન્મના પ્રમાણને વધારવાના અને ડ્રોપ આઉટ રેશીઓ ઘટાડવાના ઉદેશ થી વ્હાલી દીકરી યોજનાનું અમીલકરણ કરવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ. ૨ લાખથી ઓછી આવક ધરાવતા દંપતીના પ્રથમ ત્રણ સંતાનમાં જન્મેલ દીકરીને કુલ ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે જીલ્લા કલેકટર જે.બી.પટેલ મોરબી અને નિવાસી અધિક કલેકટર કેતન જોશી દ્વારા વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીને કુલ ૫ મંજુરી આદેશ એનાયત કરવામાં આવેલ. હાલની કોરોના મહામારી પરીસ્થિતને ધ્યાને લઈને અન્ય ૪૦ મંજુરી આદેશ મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા લાભાર્થીના ઘરે જઈને રૂબરૂ આપવામાં આવશે.

ઉપરોક્ત યોજનાના લાભાર્થીની પાત્રતા તારીખ ૨/૮/૨૦૧૯ પછી દીકરી નો જન્મ થયેલ હોવો જોઈએ અને દંપતીની વાર્ષિક આવક રૂ. ૨ લાખથી ઓછી હોવી જોઈએ અને પ્રથમ ૩ સંતાન સુધીમાં જન્મેલ દીકરીને ઉપરોક્ત યોજનોનો લાભ મળે છે. ઉપરોક્ત યોજનાના ફોર્મ આંગણવાડી કાર્યકર્તા, સી.ડી.પી.ઓ કચેરી અને મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી ખાતે મળી રહે છે. ઉપરોક્ત યોજનાનો મહત્તમ લાભ લેવા માટે મહિલા અને બાળ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/