મોરબી : અનલોક 1.0ના બે દિવસ બાકી છે ત્યારે રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીને અવગણીને રાત્રે 9 વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખતા તથા ખાસ કામ વગર બહાર રતા કુલ 5 લોકો સામે મોરબી જિલ્લામાં કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠીગામ ખાતે ઇબ્રાહિમ ગાજીભાઈ બાદી નામના દુકાનદારે પોતાની પાન-બીડીની દુકાન રાત્રે 9 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી અટકાયતી પગલાં ભર્યા છે. જયારે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલિકા પ્લોટ ખાતે હનીફ રજાકભાઈ મીર નામના દુકાનદારે કર્ફ્યુની અમલવારીના સમયગાળા દરમ્યાન પોતાની ઠંડા પીણાંની દુકાન ખુલ્લી રાખતા તેની સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરાયો છે. મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા માળીયા ફાટક પાસેથી કરણ સોમાભાઈ હળવદિયા, મનોજ વિજયભાઈ હળવદિયા અને રાજેન્દ્ર વિજયભાઈ હળવદિયાને રાત્રે મોડે સુધી કોઈ ખાસ કામ વગર બહાર નીકળતા બાઈક સાથે અટકાવીને તેની સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...
મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી શહેર અને વાંકાનેર સીટી પોલીસની ટીમોએ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર...
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને...