મોરબી જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા 19 લોકો સામે અટકાયતી પગલાં ભરાયા

0
147
/

મોરબી : અનલોક 2.0માં લાગુ થયેલા જાહેરનામા પ્રમાણે રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો સહિતના વ્યવસાય સ્થાનો ખુલ્લા રાખવાના અને રાત્રે 10 વાગ્યા બાદ કોઈ ખાસ કામ વગર ઘરની બહાર ન નીકળવાના નિયમનો ભંગ કરતા મોરબી જિલ્લામાં 19 ધંધાર્થીઓ સહિતના નાગરિકો સામે કલમ 188 મુજબ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

ગુરુવારે રાત્રી દરમ્યાન મોરબી એ. ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારના પંચાસર રોડ પરથી 1 કારખાનેદાર, 1 દૂધની ડેરી સંચાલક, 1 ઈ કાર્ડની દુકાન ધારક, 1, ટ્રાન્સપોર્ટર અને 1 અન્ય દુકાનદાર તથા લાતીપ્લોટમાંથી 2 ગેરેજ સંચાલક, બાયપાસ રોડ સ્થિત અમી પેલેસ સામેથી 1 દૂધડેરીના મલિક સામે મોડે સુધી વ્યવસાય ચાલુ રાખવા બદલ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

જયારે મોરબી બી. ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના માળીયા ફાટક પાસેથી 1, સર્કિટ હાઉસ સામે જાહેરમાં બહાર નીકળવા સબબ 2, સો ઓરડી વિસ્તારમાં મેઇનરોડ પરથી 1 અને સીરામીક સીટી નજીકથી 2 દુકાનદારો સામે કર્ફ્યુની અમલવારીના સમય દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

જયારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પંચાસર ગામના બસ સ્ટેન્ડ પાસેથી 1, માળીયા મી.માં તાલુકા શાળા સામે શેખવાસવાળી શેરીમાંથી 1, ટંકારા સ્થિત ખીજડીયા ચોકડી પાસેથી 1 ચાની હોટલ માલિક સામે મોડે સુધી ચાની હોટલ ખુલ્લી રાખવા સબબ તથા સંધિવાસ, જુમ્મા મસ્જિદ પાસેથી 1 અને મેઈન બજારમાંથી 1 શખ્સને કોઈ ખાસ જરૂરી કામ વીના બહાર નીકળવા બદલ જાહેરનામા ભંગની કલમ 188 મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/