હળવદ: ડુંગરપુરમાં ભૂલથી ઝેરી દવા પી જતા યુવકનું સારવાર દરમિયાન મોત

0
44
/

હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુરમાં રહેતા વનાભાઇ આકરીયા ભૂલથી ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ડુંગરપુર ગામમાં રહેતા વનાભાઇ કાનાભાઇ આકરીયા (ઉ.વ. 42)એ ગત તા. 20ના રોજ પોતાની વાડીએ મગફળીમાં ઝેરી દવા છંટકાવ કરતા હતા. તે દરમિયાન તેઓને તરસ લાગતા ભુલથી દવાવાળા ગ્લાસથી પાણી પી લીધું હતું. આથી, તેમના શરીરે ઝેરી દવાની અસર થઇ હતી. તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરેલ હતા. ગત તા. 21ના રોજ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/